અમેરિકાએ ભારતની કેટલીક સોલર પ્રોડક્ટ્સ પર 125.87 ટકા પ્રારંભિક કાઉન્ટિરવેલિંગ ડ્યૂટીની 25 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી. અમેરિકાનો આરોપ છે કે નવી દિલ્હી આવી પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે અન્યાયી રીતે સબસિડી આપે છે. અમેરિકાએ ઇન્ડોનેશિયા અને લાઓસથી ‘ક્રિસ્ટલાઇન સિલિકોન ફોટોવોલ્ટેઇક સેલની આયાત પર અલગ અલગ ડ્યુટીની જાહેરાત પણ કરી હતી.