ભારત અને ઇઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવામાં અસાધારણ યોગદાન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બુધવારે ‘સ્પીકર ઓફ ધ કેનેસેટ મેડલ’થી બહુમાન કરાયું હતું. ઇઝરાયેલનું સંસદનું આ સર્વોચ્ચ સન્માન છે. ભારતીય વડાપ્રધાન આ મેડલ મેળવનારા પ્રથમ નેતા છે. ઇઝરાયલી સંસદમાં સંબોધન કર્યા બાદ સ્પીકર અમીર ઓહાનાએ વડાપ્રધાનને આ એવોર્ડ એનાયત કર્યો હતો.